Home / India : 'Attempt to destroy Thackeray-Pawar brand', Raj Thackeray attacks BJP

ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ, રાજ ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર

ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ, રાજ ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે ભાજપની આડકતરી રીતે ટીકા કરી છે. મહારાષ્ટ્રમાંથી ઠાકરે અને પવાર બ્રાન્ડને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આરોપ પણ લગાવ્યા છે. જોકે, મનસેના રાજ ઠાકરેએ  એવો પણ દાવો કર્યો છે કે આ બ્રાન્ડનો અંત આવી શકે નહીં.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ: રાજ ઠાકરે

એક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેને પૂછવામાં આવ્યું કે, 'જ્યારે મહારાષ્ટ્રના રાજકારણની ચર્ચા થાય છે, ત્યારે બે અટક યાદ આવે છે - ઠાકરે અને પવાર. શું હાલમાં આ બે અટકોના બ્રાન્ડનો અંત લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?' આ અંગે રાજ ઠાકરેએ કહ્યું, 'એમાં કોઈ વિવાદ નથી કે ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પણ એક વાત ચોક્કસ છે કે તેનો અંત નહિ આવે.'

શું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે આવશે?

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી મનસેના વડા રાજ ઠાકરે અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના એકસાથે આવવાની અટકળો ચાલી રહી છે. બંને નેતાઓએ આ અંગે સકારાત્મક નિવેદનો આપ્યા છે. શિવસેના (UBT) એ એમ પણ કહ્યું હતું કે, 'જો રાજ ઠાકરે ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાથી દૂર રહે છે, તો પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મનસે પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે કોઈ સમસ્યાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.' 

શિવસેના (UBT) ના મુખપત્ર 'સામના' એ દાવો કર્યો છે કે, 'ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સમાધાનની શક્યતાએ મહારાષ્ટ્રના વિરોધીઓને ચિંતામાં મુક્યા છે.' 

'સામના'માં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, 'રાજ ઠાકરે મરાઠી લોકો સાથે જોડાઈ રહ્યા છે અને તેમના માટે બોલતા રહ્યા છે અને શિવસેનાનો જન્મ મરાઠી હિત માટે થયો હતો. ઉદ્ધવ ઠાકરેએ તે રસ્તો છોડ્યો નહીં, તો આવા કિસ્સામાં વિવાદ ક્યાં છે?'

Related News

Icon