ગુજરાતમાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે પ્રાંતિજ- હિંમતનગર નેશનલ હાઈવે પર વહેલી સવારે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે પરોઢીયો 4.30 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.
ઓવરબ્રિજ પર આ દુર્ઘટના સર્જાઈ
હાઈવેના કાટવાડ પાસેના ઓવરબ્રિજ પર આ દુર્ઘટના સર્જાઈ હતી. ખાનગી ટ્રાવેલ્સની બસ સુરતથી રાજસ્થાન જઈ રહી હતી. ખાનગી બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, ત્યારબાદ બસ બેકાબૂ થઈને ડિવાઈડર કૂદીને ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 2 મુસાફરોના દુર્ઘટનામાં મોત નિપજ્યા હતા.
પ્રાથમિક તપાસમાં બસ ચાલકની બેદરકારી અથવા ઝડપને અકસ્માતનું કારણ
ઘાયલોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ અને રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બસ ચાલકની બેદરકારી અથવા ઝડપને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે.