કર્નલ સોફિયા કુરેશી પરના વિવાદાસ્પદ નિવેદન બદલ સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહને ફટકાર લગાવી છે. કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો નથી. સીજેઆઈ બીઆર ગવઈએ વિજય શાહને ઠપકો આપ્યો અને પૂછ્યું કે તમે કેવા પ્રકારનું નિવેદન આપી રહ્યા છો? તમે મંત્રી છો. મંત્રી હોવા છતાં તમે કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો? શું આ એક મંત્રીને શોભે છે?

