
Vadodara News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. એવામાં વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક કુમળી વયના કિશોરે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. પરિવાર દ્વારા મોબાઈલ વાપરવા અંગે ટોકવામાં આવતા કિશોરને લાગી આવ્યું હતું જેથી કિશોરે આત્મહત્યા કરી લીધી હતી.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી આ ઘટના સામે આવી રહી છે. પરિવારે મોબાઈલને લઈને ઠપકો આપતાં કિશોરે આ પગલું ભર્યું હોવાની માહિતી મળી છે. કિશોરે પંખા પર ઓઢણી લટકાવી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. કિશોર નવમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. વારંવાર મોબાઈલનો ઉપયોગ કરતો હોવાથી પરિવારે મોબાઈલનો ઉપયોગ કરવા અંગે ઠપકો આપ્યો હતો. ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને લઇ પરિવારે તેને મોબાઈલના ઉપયોગ ન કરવા અંગે સમજાવ્યો હતો. જો કે, તેને એ વાતું લાગી આવ્યું હતું જેથી પરિવારજને ઠપકો આપતાં ઉશકેરાઈને કિશોરે આ પગલું ભર્યું હતું.