ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન થતા રાજકોટ રેસકોર્સ ખાતે તેમની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણીની પ્રાર્થના સભામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા, લોક ગાયક હેમંત ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, નીરંજન શાહ, હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા તેમજ સ્વામીનારાયણના સાધુ-સંતોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
કેજરીવાલે રૂપાણીને પાઠવી શ્રદ્ધાંજલિ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વિજય રૂપાણીની પ્રાર્થના સભામાં હાજર રહ્યાં હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.
https://twitter.com/AHindinews/status/1934927179437232283