
આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં ગત 25 માર્ચે બોલિવૂડના રાજદીપ ચેટર્જીના મ્યૂઝિક કોન્સર્ટ યોજાઈ ગઈ હતી. આ કોન્સર્ટમાં બોલિવૂડના વિવિધ સોંગ પર વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠયા હતા. જો કે, આંખ મારે વો લડકી આંખ મારે ગીત પર વિદ્યાર્થિનીઓ અને અધ્યાપકો સામે ડાંસ કરતા વિવાદ સામે આવ્યો હતો. જેમાં વીસી અને યુનિવર્સિટીના રજિસ્ટ્રારનો ડાંસ કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વીસીના નિવેદન પ્રમાણે કલા સંગીત અને સાહિત્યના પ્રચાર માટે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓમાં કલા જાગૃતિ વધે અને સંગીત પ્રત્યે રુચિ વધે તેં માટેનો કાર્યક્રમ હતો. વીસીના પદની ગરિમાને ન શોભે તેવો ડાન્સ કરી રહ્યા છે નિરંજન પટેલ. આવા પ્રોગ્રામોમાં શું વીસી જેવા મહત્વના હોદ્દા પર બિરાજેલ વ્યક્તિઓ ડાન્સ કરે તેં કેટલું યોગ્ય.