કડી અને વિસાવદર બેઠકમાં હજુ તો ઉમેદવાર પસંદ થાય તે પહેલાં કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. યુવા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પ્રદેશ કોંગ્રેસ નેતાઓ સામે વિરોધનો બૂંગિયો ફૂંક્યો છે. પક્ષના ગદ્દારોને હાંકી કાઢો તેવી મેવાણીએ માંગ બુલંદ બનાવી છે. એટલુ જ નહીં પક્ષના આંતરિક ડખાંને લીધે મેવાણી નારાજ છે. પેટાચૂંટણી વખતે જ કોંગ્રેસમાં જૂથવાદ વકરતાં ભાજપના નેતાઓ ગેલમાં આવ્યાં છે. યુવા-નવા ચહેરોઓને તક આપી ગુજરાત કોંગ્રેસના માળખાને મજબૂત બનાવવા હાઇકમાન્ડ મથામણ કરી રહ્યુ છે ત્યારે રાહુલ ગાંધીની શિખામણ ઝાંપા સુધી જ રહી છે.

