Home / Gujarat / Junagadh : VIDEO: Attempted attack on AAP's Visakhapatnam candidate Gopal Italia

VIDEO: આપ પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા પર હુમલાનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર મામલો

ગત મોડી રાત્રિના સમયે વિસાવદર શહેરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની સભાનું આયોજન હતું. ગોપાલ ઇટાલીયા એક અગ્રણીના ઘરે બેસવા ગયા ત્યારે તેમની ગાડીને ૨૦ થી ૨૫ જેટલા શખ્સોએ ઘેરી લીધી હતી. આ અંગેની તેમના કાર્યકરોએ તેમને જાણ કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા.તે સ્થળ પર અચાનક ટોળું આવી ગયું અને આપ પાર્ટીના ઉમેદવારોને ગાળો આપીને હુમલાનો પ્રયાસ કર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગોપાલ ઇટાલીયા અને આપના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા

આ અંગે ગોપાલ ઇટાલીયા અને આપના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા પરંતુ પોલીસ સ્ટેશનના અધિકારી સમયસર ન આવતા તેઓએ પોલીસ સ્ટેશન ખાતે જ ધરણા શરૂ કરી દીધા હતા. ગોપાલ ઇટાલીયાએ આ અંગે આક્ષેપ કર્યો હતો કે ભાજપના નગરસેવક કમલેશ રીબડીયાનો પુત્ર અક્ષય, ભાજપનો જ અન્ય નગર સેવકનો ભાઈ નાસીર તથા તેના ગુંડાઓએ હુમલાનો પ્રયત્ન કર્યો હતો.

આપના ઉમેદવાર સહિતના કાર્યકરોને ધમકાવતો હોવાની ઘટના પણ બની

પોલીસે કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ રાખતા તેમણે પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા હતા. ધરણા દરમિયાન પોલીસ સ્ટેશનમાં આવીને જ એક શખ્સ આપના ઉમેદવાર સહિતના કાર્યકરોને ધમકાવતો હોવાની ઘટના પણ બની હતી. આ મામલે વિસાવદર પંથકમાં રાજકારણ ગરમાયું છે.

Related News

Icon