અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી AI171 ક્રેશ થતા 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ વિશ્વાસ કુમાર જીવિત બચ્યો હતો. વિશ્વાસ કુમાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈને સ્વસ્થ થયા છે. તેઓ પોતાના વતન દીવ પહોંચ્યા છે. તેમની સાથે લંડન પ્રવાસમાં એર ઈન્ડિયાના પ્લેનમાં તેમની સાથે હતા. તેઓનો આબાદ બચાવ થયો પરંતુ તેમના ભાઈ અજય રમેશનું મૃત્યું થયું હતું. તેમના અંતિમ વિધિમાં તેઓ પોતાના વતન પહોંચતા ભાવુક દૃશ્યો સર્જાયા હતા.
https://twitter.com/AHindinews/status/1935238277289619960
વિશ્વાસ કુમારનો નવો વીડિયો સામે આવ્યો હતો
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવિત બચી ગયેલા વિશ્વાસ કુમારનો નવો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે મેડિકલ કમ્પાઉન્ડમાંથી ચાલતો બહાર આવતો દેખાય છે. વિશ્વાસ કુમારને તરત જ 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વિશ્વાસ કુમારે વિમાન દુર્ઘટના પર શું જણાવ્યું હતું?
વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું હતું કે, વિમાન જેવું રનવે પર સ્પીડથી ટેક ઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઑન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયું હતું. મહત્ત્વપૂર્ણ છે કે વિશ્વાસ કુમાર રમેશ મૂળ દિવનો છે અને બ્રિટનમાં રહેતો હતો.