
રાજભવનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે રમખાણોગ્રસ્ત મુર્શિદાબાદથી પાછા ફર્યા બાદ બોઝે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેમને કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝની તબિયત લથડી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને કોલકાતાની કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી હોસ્પિટલ પહોંચ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે હું રાજ્યપાલને મળવા ગઈ હતી. તેમની તબિયત સારી નથી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગવર્નર બોઝને એપોલો ખસેડવામાં આવી રહ્યા છે
મુખ્યમંત્રી મમતા બેનર્જી સોમવારે બપોરે રાજ્યપાલની તબિયત જાણવા કમાન્ડ હોસ્પિટલ પહોંચ્યા હતા. રાજ્યપાલની તબિયત પૂછ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા, મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યપાલ બોઝને વધુ સારવાર અને વિશેષ સંભાળ માટે કમાન્ડ હોસ્પિટલથી કોલકાતાની એપોલો હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હાવડાના ડુમુરજોલા હેલિપેડ પર હેલિકોપ્ટરમાં ચઢતા પહેલા બેનર્જીએ પત્રકારોને જણાવ્યું હતું કે, "હું રાજ્યપાલને કમાન્ડ હોસ્પિટલમાં મળી કારણ કે તેમની તબિયત ખરાબ છે. મેં મારા મુખ્ય સચિવને આ સંદર્ભમાં જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.”
ગઈકાલે મુર્શિદાબાદથી પરત ફર્યા બાદ તેમની તબિયત લથડી હતી
રાજભવનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે રમખાણોગ્રસ્ત મુર્શિદાબાદથી પાછા ફર્યા બાદ બોઝે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. રાજ્યપાલ કાર્યાલયે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી પરંતુ સૂત્રો જણાવે છે કે તેમની તબિયત હાલમાં સ્થિર છે.