
એલન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એક મોટી જાણકારી આપી છે. Xએ કહ્યું કે તેને ભારત સરકાર દ્વારા ગ્લોબલ ન્યૂઝ એજન્સી રોયટર્સ (Reuters)નું ઓફિશિયલ હેન્ડલ સહિત 2300થી વધુ એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 3 જુલાઈના રોજ માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 69A હેઠળ જારી કરવામાં આવ્યો હતો.
Xની ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ ટીમની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું, "પાલન ન કરવાથી ફોજદારી જવાબદારીનો ખતરો રહે છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે - કોઈપણ કારણ આપ્યા વિના - એક કલાકની અંદર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને આગામી સૂચના સુધી એકાઉન્ટ્સ બ્લોક કરવા જણાવ્યું છે."
સોશિયલ મીડિયા પ્લેટફોર્મે વધુમાં જણાવ્યું હતું કે સરકારે પાછળથી X ને @Reuters અને @ReutersWorld એકાઉન્ટ્સ પુનઃસ્થાપિત કરવા કહ્યું. X બજારમાં ઉપલબ્ધ તમામ કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યું છે. ભારતમાં રહેતા યૂઝર્સથી વિપરીત, X ભારતીય કાયદા દ્વારા આ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ સામે કાનૂની પડકારો લાવવાની ક્ષમતામાં પ્રતિબંધિત છે. અમે અસરગ્રસ્ત વપરાશકર્તાઓને કોર્ટ દ્વારા કાનૂની ઉપાયો અપનાવવા વિનંતી કરીએ છીએ.
https://twitter.com/GlobalAffairs/status/1942534153297084907
પોસ્ટમાં આગળ લખ્યું છે કે, "આ એકાઉન્ટ બ્લોકિંગ ઓર્ડરને કારણે ભારતમાં ચાલી રહેલા પ્રેસ સેન્સરશીપ અંગે અમે ખૂબ ચિંતિત છીએ. X ઉપલબ્ધ તમામ કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યું છે. ભારતના યૂઝર્સથી વિપરીત, X ભારતીય કાયદા દ્વારા આ એક્ઝિક્યુટિવ ઓર્ડર સામે કાનૂની પડકારો લાવવાની ક્ષમતામાં પ્રતિબંધિત છે. અમે અસરગ્રસ્ત યૂઝર્સને કોર્ટ દ્વારા કાનૂની ઉપાયો અપનાવવા વિનંતી કરીએ છીએ."
મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં ભારત સરકારે Reutersના X એકાઉન્ટને બ્લૉક કરવામાં કોઇ રીતની ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો. કેન્દ્ર સરકારે 6 જુલાઇએ કહ્યું હતું, 'ભારત સરકારને રોયટર્સ હેન્ડલને રોકવાની કોઇ જરૂર નથી. અમે સમસ્યાના સમાધાન માટે X સાથે સતત કામ કરી રહ્યાં છીએ.'