
- એટલામાં મેળામાં રોટલીબેન આવ્યાં. તેમણે જોયું કે બધા અથાણાઓ એકબીજાની ટીકા કરે છેં. તેમની વચ્ચે એકતા નથી!
ભોજન રાજ્યમાં એક વખત 'મસાલા વાડી' નામના ભોજનાલયમાં એક મોટો મેળો લાગ્યો.
તમામ અથાણાં પોતપોતાના ડબ્બામાંથી બહાર આવી ગયા હતાં. તેઓ ભરપૂર મોજમાં હતાં.
લીંબુ,કેરી,લીલું મરચું,લસણ,ગાજર અને આમળાં - બધા અથાણાં ભેગા થયાં.
કેરીનું અથાણું પોતાના વખાણ કરવા લાગ્યું. લીંબુ,ગાજર,લસણનાં અથાણાં પણ પોતપોતાના વખાણ કરવા લાગ્યાં.
તો કેરીનું આથાણું બોલ્યું,'હું તો સૌનું મનગમતું છું. મારા આગળ બધા અથાણાં ફિક્કા લાગે. હું તો અથાણાંનો રાજા.'
લીંબુએ પલટવાર કર્યો,'મારા વગર તો ભોજનમાં કોઈ સ્વાદ જ ના આવે. મારા અથાણાં જેવો બીજા કોઈ અથાણામાં સ્વાદ નથી.'
લીલું મરચું તીખું થઈને બોલ્યું,'મારાથી જ ભોજનમાં વધારે સ્વાદ આવે છે!'
લસણ ઉત્સાહથીબોલ્યું,'મારી સુગંધ ન હોય તો ખાવાનું બેસ્વાદ લાગે!'
ગાજરનું અથાણું કહે,'મારા અથાણાંમાં મીઠાશ છેં તેવી બીજા કોઈ અથાણાંમાં નથી,હો!'
બધાં અથાણાં પોતાના વખાણ કરવા લાગ્યાં અને બીજા અથાણાંની ટીકા કરવા લાગ્યાં.
એટલામાં આ મેળામાં રોટલીબેન આવ્યાં.
તેમણે જોયું કે બધા અથાણાઓ એકબીજા ની ટીકા કરે છેં. તેમની વચ્ચે એકતા નથી!
રોટલીબેન બધા અથાણાંને સમજાવતા બોલ્યાં,'આથાણાંઓ! તમે સૌ ભેગા મળી શકતા નથી. દરેક પોતાના જ વખાણ કરે છે!'
બધા ધ્યાનથી રોટલીબેનની વાત સાંભળવા લાગ્યાં.
રોટલી બેન બોલ્યાં,'ચાલો, હવે હું તમારો ઉકેલ લાવું. તમને બધાને હું ભેગા કરી દઈશ!'
પછી એમણે મીઠું,હળદર,સરસિયું,મસાલો અને તેલમાં બધાં આથાણાં ભેળવી દીધાં.
અને થઈ ગયું... મિક્સ આથાણું!
ત્યાર બાદ સૌ સાથે મળીને ગીત ગાવા લાગ્યા:
'હું છું ખાટું,તું તીખું,એ છે મીઠું,
ભેગા થઈએ તો ભોજનનો સ્વાદ વધારીએ અનેક ગણું!'
બધાં ભોજન રાજ્યોમાં મિક્સ આથાણાંની માંગ વધી ગઈ.
બાળકો ખુશ,વાલીઓ ખુશ અને રોટલી તો ડબલ ખુશ! ...અને એમ મસાલાવાડીમાં મિક્સ આથાણું બન્યું એકતા અને સ્વાદનું પ્રતીક!
- કિરણબેન પુરોહિત