
આમ આદમી પાર્ટી દિલ્હી મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી નહીં લડે. હાર ભાળી જતા AAP દિલ્હીમાં મેયરની ચૂંટણી નહીં લડે.દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને દિલ્હીના સંયોજક સૌરભ ભારદ્વાજે સોમવારે તેની જાહેરાત કરી છે.
દિલ્હીમાં મેયરની ચૂંટણી નહીં લડે AAP
આતિશીએ માન્યું કે MCDમાં હવે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમત છે અને માટે તેમની પાર્ટી ચૂંટણી નહીં લડે. આતિશીએ કહ્યું, 'મેયરની ચૂંટણી લડવા અને જીતવા માટે અમારી પાસે પણ કોર્પોરેટર ખરીદવા-તોડવા અને વેચવા સિવાય કોઇ રસ્તો નથી અને અમે આવું કરવા માંગતા નથી. અમે ઇચ્છીએ છીએ કે ભાજપ MCDમાં પણ પોતાની સરકાર બનાવે. કેન્દ્ર અને રાજ્યમાં પણ તેમની સરકાર છે, તેમને ટ્રિપલ સરકાર ચલાવવાની તક મળી રહી છે.'
AAP MCDમાં વિપક્ષની ભૂમિકામાં
આતિશીએ કહ્યું, 'હવે તેમની જવાબદારી બને છે કે પછી સુરક્ષાવ્યવસ્થા હોય, વીજળી-પાણી, સ્કૂલ-હોસ્પિટલ, સાફ સફાઇ હોય, હવે દિલ્હીના લોકોને કરેલા પોતાના વચન પૂરા કરે. અમે કેટલાક દિવસથી જોઇ રહ્યાં છીએ કે MCDના બહાના બનાવવામાં આવી રહ્યાં છે. પર્યાવરણ મંત્રી કહે છે કે પ્રદૂષણ એટલા માટે વધી રહ્યું છે કારણ કે MCD જાણી જોઇને કચરો સળગાવે છે. હવે ભાજપ પાસે કોઇ બહાનું નથી.હવે તેમની જવાબદારી છે કે વચન પૂરા કરે. હવે તેમની પાસે ટ્રિપલ એન્જિનની સરકાર ચલાવવાની તક છે. આમ આદમી પાર્ટી વિધાનસભાની જેમ MCDમાં પણ મજબૂત વિપક્ષની ભૂમિકા નીભાવશે.'
આતિશીનો ભાજપ પર આરોપ
આતિશીએ આરોપ લગાવ્યો કે ભાજપ અઢી વર્ષમાં એક પછી એક AAPના કોર્પોરેટરોને ડરાવી-ધમકાવી અને લાલચ આપીને તોડીને લઇ ગઇ છે. તોડફોડ કર્યા બાદ ભાજપ હવે MCDના હાઉસમાં બહુમતમાં છે માટે આમ આદમી પાર્ટી મેયરની ચૂંટણી નહીં લડે. સૌરભ ભારદ્વાજને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે હવે તેમની પાસે કેટલા કોર્પોરેટર છે તો તેમને કોઇ આંકડો જણાવ્યો નહતો અને કહ્યું ભાજપ કોઇ કોર્પોરેટરને તોડીને લઇ જાય છે અને પછી અમે વાત કરીએ ત્યારે તે પરત આવી જાય છે અને ફરી તોડીને લઇ જાય છે. સૌરભ ભારદ્વાજે કહ્યું, ભાજપને એક વખત ચલાવી લેવા દો જોઇએ કે તે શું કરી શકે છે.'