અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા દાસ ખમણની નજીક પૂર્વ ટીઆરબી કારચાલકે નશામાં 3 ગાડીઓ અને એક નાસ્તાની લારીને ટક્કર મારી છે. કારમાં 3થી 4 લોકો સવાર હતા. કારમાંથી દારૂની બોટલ તેમજ કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. ટક્કર મારનાર રાહુલસિંહ રાજપુત પૂર્વ ટીઆરબી જવાન હોવાનો ખુલાસો થયો છે. ઘટના બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રાહુલસિંહ વિરુદ્ધ ગુનો નોંધી કેસને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

