પંજાબના હોશિયારપુર જિલ્લાના દસુહા-હાજીપુર રોડ પર એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે. જેમાં 10 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે બે ડઝનથી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માત સાગરા અડ્ડા નજીક થયો જ્યારે મુસાફરોથી ભરેલી બસ સામેથી આવતી કાર સાથે અથડાઈ અને કાબુ ગુમાવ્યો.

