Home / India : Indian family on a trip to America dies in an accident

અમેરિકા ફરવા ગયેલ ભારતીય પરિવારને અમેરિકામાં નડ્યો અકસ્માત, 4ના મોત

અમેરિકા ફરવા ગયેલ ભારતીય પરિવારને અમેરિકામાં નડ્યો અકસ્માત, 4ના મોત

હૈદરાબાદના એક પરિવારના ચાર સભ્યો  રવિવારે (6 જુલાઈ) માર્ગ અકસ્માતમાં બળી જતાં મોત નિપજ્યા હતા. આખો પરિવાર અમેરિકામાં રજા માણવા ગયો હતો. આ દરમિયાન એક મિની ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી, જેનાથી કારમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા તમામ લોકો બળીને ખાક થઈ ગયા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એટલાંટાથી ડલાસ જઈ રહ્યો હતો પરિવાર

હૈદરાબાદના રહેવાસી શ્રી વેંકટ, તેમની પત્ની તેજસ્વિની અને તેમના બે બાળકો અમેરિકાના ડલાસમાં રજા માણવા ગયો હતો. જ્યારે તેઓ અટલાંટામાં પોતાના સંબંધીથી મળ્યા બાદ ડલાસ પરત ફરી રહ્યા હતા, ત્યારે રોંગ સાઇડથી આવી રહેલા એક મિની-ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી હતી.  

મૃતકોના ડીએનએ ટેસ્ટ જાહેર

ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ હતી અને દંપતી અને તેમના બંને બાળકોના મોત થઈ ગયા. મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યા છે. ડીએનએ પરીક્ષણ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. 

Related News

Icon