
પોરબંદરના કોલીખડા ગામ નજીક ગાય વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. વેરાવળથી દ્વારકા જતા દર્શનાર્થીઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગાય વચ્ચે આવી જતા સર્જાયો અકસ્માત
વેરાવળથી દર્શનાર્થી દર્શન માટે દ્વારકા જતા હતા આ દરમિયાન પોરબંદરના કોલીખડા ગામ નજીક ચાર ગાય વાહનની વચ્ચે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મુસાફરનું મોત થયું હતું જ્યારે અન્ય 17 લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માતમાં આઇસર મિનિ બસમાં સવાર પેસેન્જરમાં 18 લોકોમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય 17 લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બે ગાયના મોત થયા છે જ્યારે અન્ય ગાય ઇજાગ્રસ્ત થતા ગૌશાળામાં લઇ જવાઇ હતી.અકસ્માતની જાણ થતા જ નજીકના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રેસક્યૂ ઓપરેશન હાથ ધરી ઇજાગ્રસ્તોને બસની બહાર કાઢ્યા હતા.