Home / Entertainment : Even TV actors are huge fans of spicy tea

Chitralok: ટીવીના કલાકારો પણ મસ્સાલેદાર ચાના અઠંગ રસિયા છે

Chitralok: ટીવીના કલાકારો પણ મસ્સાલેદાર ચાના અઠંગ રસિયા છે

સવારમાં ઉઠતાની સાથે જ ગરમાગરમ, સુગંધી અને સ્વાદિષ્ટ ચા મળે તો દિવસ કેટલો સારો જાય? ચા પીવી એ તો અનેરો અનુભવ, યાદશક્તિને તાજી કરવા, વિચારોને પ્રફુલ્લિત કરવાની એક એવી લાગણી છે, જેની તોલે તો કોઈ આવી જ ન શકે. ૨૧ મેના દિવસને એટલે જ વર્લ્ડ ટી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ચા તો આનંદની અનુભૂતિ છે ત્યારે આવો, કેટલીક  સેલિબ્રિટીઝને મળીએ. તેઓ ચાને શું માને છે, સમજે છે અને તેની અનુભૂતિ કેવી છે? એમના જ મોઢે જવાબો સાંભળીએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સન્ની હિન્દુજા

ચાનો અર્થ શાંતિ છે. ચાનો કપ એ તો ક્ષણિક છૂટકારો છે, જેની વચ્ચે આપણે ઘેરાયેલા છે. અંધાધૂધી વચ્ચેનો અનેરો શ્વાસ છે, ધડન છે. હું મારા દિવસની શરૂઆત મારી ચામાં ફુદિનો, આદુ અને એલચીના ખાસ મિશ્રણથી કરું છું. જે મારી ચાને વધુ સ્વાદિષ્ટ અને લિજ્જતદાર બનાવે છે. હું પહેલા પાણી ઉકાળું છું પછી તેમાં ફુદીનો અને ચાની પત્તી નાખું છું. જ્યારે તે ઉકળે છે ત્યારે હું તેમાં આદુને પીસીને  નાખું છું. આ પછી તેમાં દૂધ ઉમેરું છું. અંતે હું તેમાં ગોળ ઉમેરું છું. જો કે મારી ચા તો ઘઉંની મારી બિસ્કિટ વિના તો અધુરી જ હોય છે.

સુમિત વ્યાસ

જો તમે થિયેટરના શોખિન છો તો તમે ચાના જરૂર શોખિન હોવાના. મારી ચામાં આદુ એક એવો ઘટક છે જે અંગે કોઈ પણ કશી દલીલ કરી શકતા નથી. મારી ચા તો મને થિયેટરમાં પરફોર્મ કરતી વેળા મારા અવાજને ખોલવામાં પણ મદદ કરે છે. હવે જ્યારે હું પર્ફોમન્સ ન આપતો હોઉં ત્યારે પણ મારી ચામાં આદુ તો જરૂર નાખું છું. તમે માનશો હું દિવસમાં બે-ચાર કપ ચા નહીં, પણ ૧૨ કપ ચા પીઉં છું. ચા સાથે બીજી આવશ્યક વસ્તુ બિસ્કિટ છે. ભલે હું ડાયેટ પર હોઉં જો મારી ચા સાથે બિસ્કિટ ન હોય તો મને ગરીબી ભેટી ગઈ હોય એવી અનુભૂતિ થાય. મને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા એક લેખક હતા જે મને તેમની ઓફિસમાં તેમના મહેમાનો માટે ચા બનાવવવા બોલાવતા. જો કે પછીથી તો મેં જાણી જોઈને ખરાબ ચા બનાવવાનું શરૂ કર્યું, જેથી તેમણે મને બોલાવવાનો જ બંધ કરી દીધો.

અલનાઝ નોરોઝી

મારા વિશ્વમાં, ચા લગભગ દરેક વસ્તુનો ઉકેલ છે. તે એક જીવનશૈલી છે અને એ એક આદત બની ગઈ છે. મારી મોટાભાગની ચા જર્મનીથી આવે છે અને મારી પાસે ઘણી જાતની, ઘણા પ્રકારની ચા છે. જ્યારે મને શરદી થાય છે ત્યારે હું એક ચોક્કસ ચા પીઉં છુ. આ ઉપરાંત મારા બ્રોન્કાઇટિસ માટે, પાચન માટે જુદી જુદી ચા છે. મારા મિત્રો મજાક કરો કે મારું ઘર તો ચાથી છલોછલ છે.

ગગન અરોરા

મારી ચા બનાવવાની રીત થોડી અલગ છે. લીલી ચાના પાંદડા અથવા ચાને પાણીમાં દશેક મિનિટ માટે પલાળી રાખો અને પછી ગરમ પાણી એક કપમાં લઈ તેમાં ચા ઉમેરી સ્વસ્થ પીણાંનો આનંદ માણો. જ્યારે પાંદડાને યોગ્ય રીતે પલાળવામાં આવે છે ત્યારે તે તાજગી અને સ્વાદ વધુ પુરબહારમાં બહાર લાવે છે.

Related News

Icon