
Ahmedabad News: અમદાવાદના ચકચારી કેસ તથ્ય પટેલ કાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર ગંભી અકસ્માત સર્જનાર તથ્ય પટેલને ગુજરાત હાઇકોર્ટથી વધુ રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટે વધુ ચાર દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. માતાના ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક સરેન્ડર કરવા હુકમ કર્યો છે. 29 મે રાત્રિના નવ વાગ્યા સુધીના જામીન મંજૂર કર્યા છે. તત્ય પટેલની સાથે ત્રણ પોલીસ કર્મીઓ હાજર રહેશે. તથ્ય પટેલ માતાનું ઓપરેશન કોઈ કારણોસર મુલતવી થાય તો સરેન્ડર કરવાનું રહેશે. તથ્ય પટેલને આ પહેલા પણ 7 દિવસના હંગામી જામીન મેળવ્યા હતા
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે પર આવેલા ઈસ્કોનબ્રિજ પર આરોપી તથ્ય પટેલે મોડીરાત્રે લોકો પર જેગુઆર કાર ચઢાવી દેતાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મૃતકોમાં એક પોલીસકર્મી પણ હોવાનું સામે આવ્યું હતું. ઈસ્કોન બ્રિજ પર નાનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વાહન હટાવવા એકઠા થયેલા ટોળાં પર આરોપી તથ્ય પટેલે પૂરપાટ વેગે જેગુઆર કાર હંકારી દીધી હતી. જેથી ઈસ્કોન બ્રિજ પર કચડાયેલા મૃતદેહોના એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ટોળાએ આરોપીને ઘટનાસ્થળે ઝડપી લઈને મારપીટ કરીને પોલીસ હવાલે કર્યો હતો. જો કે, આરોપી તથ્ય પટેલ કાર હંકારતી વેળા નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હતું.
કઈ કઈ કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો?
ઉલ્લેખનીય છે કે 19 જુલાઈ, 2023ની મોડી રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ઘણાં લોકો જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલમાં કેદ છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134B મુજબ ગુનો દાખલ થયો હતો.