Home / Gujarat / Ahmedabad : People from all over the world expressed grief over the plane crash

Ahmedabad Plane Crash મુદ્દે દુનિયાભરના લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું, PM મોદી સહિત રાજકીય નેતાઓ, ઓદ્યોગિકો, કલાકારોએ કર્યું ટ્વિટ

Ahmedabad Plane Crash મુદ્દે દુનિયાભરના લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું, PM મોદી સહિત રાજકીય નેતાઓ, ઓદ્યોગિકો, કલાકારોએ કર્યું ટ્વિટ

Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણી નગરમાં ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ ટેકઓફ થયા પછી તરત જ આ પ્લેન ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી પ્લેનમાં આગ લાગી ગઈ. અમદાવાદથી મળેલી તસવીરોમાં પ્લેનમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં 242 જેટલા મુસાફરો હોવાનું અનુમાન છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદ પોલીસે પ્લેન ક્રેશ અંગે પોલીસની ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર જાહેર કર્યો હતો.

અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે PM મોદીએ દુખ વ્યક્ત કર્યું. કહ્યું, “અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને સ્તબ્ધ અને દુઃખી કર્યા છે. તે શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.”

પ્લેન ક્રેશ મુદ્દે ભારતના ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, “અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી દુઃખ શબ્દમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આપત્તિ પ્રતિભાવ દળોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અમદાવાદના પોલીસ કમિશનર સાથે વાત કરી.”

ઘટનાની જાણ થતાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર દુ:ખ પ્રગટ કર્યું હતું.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્લેન ક્રેશ મુદ્દે અંત:કરણપૂર્વક દુ:ખ પ્રગટ કર્યું હતું. તેમણે કહ્યું કે, “વિમાન દુર્ઘટનાના સમાચારથી ખૂબ દુઃખ થયું. અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે મારી પ્રાર્થનાઓ.”

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

બોલિવુડના લોકપ્રિય કલાકાર સોનુ સુદ દ્વારા પણ પ્લેન ક્રેશ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, “લંડન જતી વખતે અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ માટે પ્રાર્થના.”

આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા મિશ્રાએ જણાવ્યું,  “અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશના અહેવાલોથી ખૂબ જ ચિંતિત છું. બધા મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના.”

અદાણી ગ્રુપના ચેરમેન  ગૌતમ અદાણીએ ક્હયું, “એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ ની દુર્ઘટનાથી અમે આઘાત અને ખૂબ જ દુઃખી છીએ. અમારા હૃદય એવા પરિવારો પ્રત્યે છે જેમણે અકલ્પનીય નુકસાન સહન કર્યું છે. અમે તમામ અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને જમીન પર રહેલા પરિવારોને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ.”

લોકસભા સદસ્ય અને સમાજવાદી પાર્ટીના પ્રેસિડન્ટ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી.

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂ કિંજરાપુએ ટ્વીટ કર્યું

યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ટાટા ગ્રુપ તથા એર ઈન્ડિયાના એન. ચંદ્રશેખરને પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ભારતના લોકપ્રિય કલાકાર અક્ષ કુમારે પણ પ્રતિક્રિયા આપી. કહ્યું “એર ઇન્ડિયાના ક્રેશથી આઘાત અને અવાચક. આ સમયે ફક્ત પ્રાર્થનાઓ.”

લોકસભા સદસ્ય અસદૂદ્દીન ઔવેસીની પ્રતિક્રિયા પણ સામે આવી.

Related News

Icon