Home / Gujarat / Ahmedabad : Fire in Vatwa GIDC largely under control

Ahmedabad News: વટવા GIDCમાં આગ પર મહદઅંશે કાબુ, ફાયર ચીફનું નિવેદન 'હોદ્દેદારો સાથે બેઠક...'

Ahmedabad News: વટવા GIDCમાં આગ પર મહદઅંશે કાબુ, ફાયર ચીફનું નિવેદન 'હોદ્દેદારો સાથે બેઠક...'

Ahmedabad News: આજે અમદાવાદ શહેરમાંથી પાંચ સ્થળો પરથી આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાંથી એક વટવા GIDCમાં જયશ્રી ઇનપેક્સ નામની એક ખાનગી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી છે. ફાયર ટીમના જણાવ્યા અનુસાર  આગ પર મહદઅંશે કાબુ મેળવાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આગને પગલે અમદાવાદ ફાયર ચીફ ઓફિસર અમિત ડોંગરેનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, GIDC પાસે પર્સનલ ફાયર ફાઇટિંગ હોવું જરૂરી છે. સમગ્ર ઘટના બાદ અમે વટવા GIDCના હોદેદારો સાથે બેઠક કરીશું. ફાયરવિભાગની કુલ 23 ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરાઇ રહ્યો છે. 100 જેટલા ફાયર કર્મચારીઓ આગ ઉપર કાબુ મળવવા પ્રયાસ કરી રહ્યા છે. આગ ઉપર સંપૂર્ણ કાબુમાં આવ્યા બાદ ગોડાઉનમાં રાખવામાં આવેલ કેમિકલ અંગે તપાસ કરવામાં આવશે.

 

Related News

Icon