Ahmedabad News: ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના આસ્ટોડિયા દરવાજા નજીક BRTS બસમાં આજે શનિવારે (31 મે) દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના અનેક વિસ્તારમાં દોડતી સિટી બસ ઐતિહાસિક આસ્ટોડિયા દરવાજાની દીવાલ પર બસ ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં BRTS બસની બેટરી ફાટી જતાં બસમાં આગ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.

