અમદાવાદ મેટ્રોમાં ખામી સર્જાતા વસ્ત્રાલ-થલતેજ લાઇન બંધ કરવાની ફરજ પડી હતી. વસ્ત્રાલ-થલતેજ લાઇન બંધ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. મેટ્રો દ્વારા મુસાફરોને પ્રોપર માહિતી આપવામાં ના આવતા મુસાફરો રોષે ભરાયા હતા.
મેટ્રોના કેબલ ચોરી થતા ટ્રેન બંધ થઇ
શાહપુરથી જૂની હાઈકોર્ટના રૂટમાં કેબલ ચોરી થવાના કારણે એપરલ પાર્કથી શાહપુર સુધીને મેટ્રો સેવા અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે.
એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા બંધ
મળતી માહિતી મુજબ, બુધવારે (21 મે) રાત્રે શાહપુરથી જૂની હાઈકોર્ટ વિસ્તારમાં મેટ્રોને વીજ પુરવઠો પૂરો પાડતા કેબલની ચોરી કરવામાં આવી છે. જેના કારણે વહેલી સવારથી જ એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા હાલ બંધ કરવામાં આવી છે.
અમદાવાદ મેટ્રોમાં ખામી સર્જાઇ
અમદાવાદ મેટ્રોમાં ખામી સર્જાતા ઓફિસ જવા નીકળેલા અનેક મુસાફરો રખડી પડ્યા હતા. વસ્ત્રાલ-થલતેજ લાઇનમાં ખામી સર્જાતા સવારથી જ મેટ્રો બંધ કરવાની ફરજ પડી હતી. મુસાફરો સમયસર ઓફિસ જવા માટે અને સમય બચે તે માટે મેટ્રોનો ઉપયોગ કરતા હોય છે.
જોકે, મુસાફરો જ્યારે મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા અને ટિકિટ લઇ લીધી તે બાદ ઘણા સમય સુધી મેટ્રો ના આવતા મુસાફરો અકળાયા હતા.અમદાવાદના પૂર્વ વિસ્તારથી પશ્ચિમ વિસ્તારમાં નોકરીએ આવતા મુસાફરોને મેટ્રો બંધ થતા યોગ્ય જવાબ ના મળતા અકળાયા હતા.