
Ahmedabad AMTS Accident: અવાર-નવાર વિવાદમાં રહેતી AMTS બસ ફરી એકવાર ચર્ચામાં આવી છે. AMTS બસે 68 વર્ષીય વૃદ્ધા માટે કાળ બની હતી. રસ્તો ઓળંગતી વૃદ્ધાને બસે ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
અમદાવાદના ઠક્કરનગર ચાર રસ્તા પાસે AMTS બસચાલકે વૃદ્ધાને અડફેટે લીધી હતી. 68 વર્ષીય વૃદ્ધા રસ્તો ઓળંગી રહેલી વૃદ્ધાને બસ ચાલકે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે, અકસ્માત બાદ બસ ચાલકે તુરંત બસને સાઇડમાં રોકી દીધી હતી. બાદમાં ડ્રાઇવરે પોતે જ પોલીસને ફોન કરીને સમગ્ર માહિતી આપી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
અકસ્માતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ સિવાય આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી મૃતક વૃદ્ધાની ઓળખ થઈ શકી નથી.