
12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતથુ આખું ગુજરત હિબકે ચઢ્યું હતું. આ વિમાનમાં સવાર 242 મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. આ પોર્ટુગીઝ INDIA કેમ આવ્યા હતા. તેમની દર્દનાક વાત જાણી દરેકની આંખમાં આસું આવી જશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બધા પોર્ટુગીઝ ભારતના દીવ ટાપુ પર આવ્યા હતા. આ અકસ્માત મર્યા ગયેલા તમામ પોર્ટુગીઝ મૂળ દિવન હતા. અને પોર્ટુગલ જઈને વસ્યા હતા. આ પોર્ટુગીઝ તેમના મૂળ અનુભવવા માટે દીવ આવ્યા હતા, તેમની સાથે કેટલાક બ્રિટિશ પણ હતા. દીવની મુલાકાત લેવા આવેલા આવા 14 લોકો આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. આમાંના મોટાભાગના લોકો દીવના રહેવાસી છે, જેઓ પાછળથી બ્રિટન અને પોર્ટુગલની નાગરિકતા લઈને ત્યાં સ્થાયી થયા. પરંતુ પોતાના મૂળ સાથે જોડાવા માટે, તેઓ દર બે વર્ષમાં એક વાર અહીં ચોક્કસ આવે છે. આ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો પરિવાર પણ દીવમાં રહે છે. તે પોતાના પરિવારને મળવા આવ્યો હતો.
એક જ ગામમાં 9 મૃતદેહ લાવવામાં આવ્યા
આ અકસ્માતમાં દીવના 14 લોકોના મોત થયા છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા 14 લોકોમાંથી 9 લોકો એક જ ગામના હતા, જેઓ બ્રિટન અને પોર્ટુગલમાં સ્થાયી થયા હતા. ગુરુવારે જ્યારે વિમાન દુર્ઘટના બની ત્યારે દીવના બુચરવાડા ગામના 9 લોકોનું તે અકસ્માતમાં મૃત્યુ થયું. બુચરવાડા પંચાયતના સભ્ય દિનેશ ભાનુભાઈએ જણાવ્યું હતું કે દીવના ઘણા ગામોના લોકોએ બ્રિટન અને પોર્ટુગલની નાગરિકતા લીધી છે, પરંતુ તેઓ પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવા અને વડીલોને મળવા માટે ઘરે આવે છે. આ ઉપરાંત, આ લોકો મુખ્ય તહેવારો અને લગ્નોમાં હાજરી આપવા માટે પણ દીવ આવે છે. તેવી જ રીતે, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા 14 લોકો પણ દીવ આવ્યા હતા, પરંતુ પાછા જઈ શક્યા ન હતા.
ગુરુવારે અમદાવાદમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિમાન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ બચી ગયો હતો. આ અકસ્માતમાં માત્ર વિમાનમાં સવાર લોકોના જ મોત થયા ન હતા, પરંતુ જે ઇમારત પર વિમાન પડ્યું હતું તેમાં અને તેની આસપાસ હાજર લોકોના પણ મોત થયા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ અકસ્માતમાં કુલ 274 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે.