અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. અમદાવાદમાં બી.જે.મેડિકલ અતુલ્યમ મેસમાં ભોજન બનાવતા દાદી અને 2 વર્ષની પૌત્રી કાલથી ગુમ છે. તંત્રને રજૂઆત કરવા છતા તેમની કોઇ ભાળ મળી નથી. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 તેમજ પ્લેન જ્યા ક્રેશ થયું તે મેસમાં ઇન્ટર્ન કેટલાક ડોક્ટરના પણ મોત થયા છે.

