Home / Gujarat / Ahmedabad : Ahmedabad Rathyatra: Police took strict action against Rath Yatra in Ahmedabad, know

Ahmedabad Rathyatra: અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસે કરી આકરી કાર્યવાહી, જાણો

Ahmedabad Rathyatra: અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસે કરી આકરી કાર્યવાહી, જાણો

Ahmedabad Rathyatra: અમદાવાદ શહેરની જાણીતી રથયાત્રા આગામી 27મી જૂને શુક્રવારે નીકળવાની છે ત્યારે રથયાત્રા પહેલા પોલીસ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરુપે બે દિવસમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા 25 શખ્સોને પાસા કરવામાં આવી છે. ઉપરાત ગુનાહિત પ્રવૃત્તિ આચરતા 20 શખ્સોને તડીપાર કરાયા છે. અમદાવાદ શહેરના 15 પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના પોલીસ કમિશન જી.એસ.મલિક દ્વારા રથયાત્રાના આગમન પહેલા ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુનેગારો સામે આકરાં પગલાં લેવાયા છે. જેમાં માત્ર બે દિવસમાં જ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા 20 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર 25 શખ્સો સામે પાસા કરવામાં આવી છે. અમદાવાદના વિવિધ વિસ્તાર જેવા કે, અમરાઈવાડી, માધવપુરા, સાબરમતી, કાલુપુર, કાગડાપીઠ વિસ્તારના ગુનેગારો સામે પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદના 15 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, આગામી 27 જૂને અમદાવાદના જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથજીની ભવ્ય અને ભાતીગળ રથયાત્રા નીકળવાની છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ તંત્ર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા આકરાં પગલાં લેવામાં આવ્યા છે.  

Related News

Icon