Ahmedabad Rathyatra: અમદાવાદ શહેરની જાણીતી રથયાત્રા આગામી 27મી જૂને શુક્રવારે નીકળવાની છે ત્યારે રથયાત્રા પહેલા પોલીસ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરુપે બે દિવસમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા 25 શખ્સોને પાસા કરવામાં આવી છે. ઉપરાત ગુનાહિત પ્રવૃત્તિ આચરતા 20 શખ્સોને તડીપાર કરાયા છે. અમદાવાદ શહેરના 15 પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

