
Ahmedabad News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નશાકારક દ્રવ્યો ઝડપાઈ રહ્યા છે. એવામાં અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા મોટી માત્રામાં કફ સીર૫નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદમાંથી ઇકો વાનમાં નશાકારક કફ સીરપનો જથ્થો ધોળકા પહોંચે તે પહેલા જ એસ.ઓ.જી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય SOGએ ધોળકાના રનોડા ગામ પાસેથી ઇકો વાનને ઝડપી પાડી છે. આ મામલે પોલીસે કફ સીરપની 590 બોટલ, મોબાઈલ, ગાડી અને ત્રણ આરોપી સહિત રૂ.4,34,670 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. NDPS એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાંથી કોની પાસેથી મોટી માત્રામાં નશાકારક કફ સીરપનો જથ્થો લાવવામાં આવ્યો તે દિશામાં એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે કફ સીરપનો જથ્થો લાવનાર સલીમ ઉર્ફે માંજરો મનસુરી ધોળકા, રાકેશ ઉર્ફે ટારઝન પટણી રહે ચીયાડા ગામ બાવળા, લાલો ઉર્ફે હઠૂં ચૌહાણ ચીયાડા ગામ બાવળા એમ ત્રણ શખ્સોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.