અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. પ્રાથમિક રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના પાછળ વિમાનની ફ્યુલ સ્વિચનું કટઓફ હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે વિમાનમાં ફ્યુલ સ્વિચ કેવી રીતે કામ કરે છે અને તેના કટઓફ થવાથી આટલી મોટી દુર્ઘટના કેવી રીતે સર્જાઈ શકે?

