
12 જૂન 2025, બપોરે 1:39નો સમય, ઈતિહાસમાં આ તારીખ અને સમય હંમેશા કાળા અક્ષરમાં લખાઈ ચૂકી છે. આજથી બરોબર એક મહિના અગાઉ આ જ તારીખે અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફની 35 સેકન્ડમાં ક્રેશ થયું હતુ, અને 241 મુસાફર-ક્રુ મેમ્બર્સ સહિત 260 લોકોના મોત નિપજ્યા હતા.
ધ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા પ્લેન ક્રેશ અંગોને પ્રાથમિક અહેવાલ આપી દેવામાં આવ્યો છે. આ અહેવાલમાં ઘટનાક્રમ અને હાલમાં તપાસની સ્થિતિ જેની પ્રાથમિક માહિતી જ દર્શાવાઈ છે. આ રિપોર્ટ માત્ર 4થી 5 પાનાનો છે, અને તેમાં અકસ્માત થવા પાછળ કોઈ નક્કર કારણ દર્શાવવામાં આવ્યા નથી. ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનની ભલામણો અનુસાર અકસ્માત થયાના 30 દિવસમાં પ્રાથમિક અહેવાલ જાહેર કરવો જરૂરી છે.
વોઈસ રેકોર્ડર ક્રેશનું કારણ જાણવા માટે અત્યંત મહત્ત્વના પુરવાર
સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રેશ સાઈટ પરથી મળેલા બ્લેક બોક્સ અને કોકપિટ વોઈસ રેકોર્ડર ક્રેશનું કારણ જાણવા માટે અત્યંત મહત્ત્વના પુરવાર થશે. આ બંનેનું હાલ એએઆઈબીના દિલ્હી ખાતેના હેડક્વાર્ટરમાં વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ક્રેશ થયેલા વિમાનના કાટમાળના નાનામાં નાના ટૂકડાને પણ સાવચેતી પૂર્વક લઈ જવામાં આવ્યો છે. વિમાન ક્રેશની તપાસ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું કે જે પણ એજન્સીઓ ગ્રાઉન્ડ ઝીરોમાં તપાસ કરી રહી છે તેમને એરક્રાફ્ટના કાટમાળને વધુ નુકસાન પહોંચે નહીં તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી
.નાનામાં નાનો ટૂકડો પણ ક્રેશ થઈ રીતે થયું તે દિશામાં લઈ જઈ શકે છે. કાટમાળને એરપોર્ટના હેંગરની પાસે લઈ બનાવવામાં આવેલા એક ખાસ ગોડાઉનમાં ગોઠવવામાં આવ્યા છે. હાલ તૂટેલા વિમાનના જે પણ ભાગ હોય તેમને તે જ ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે અને ત્યાં જ નિષ્ણાતો દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ તપાસ જ્યાં થઈ રહી છે ત્યાં કોઈને પણ પરવાનગી વગર જવા દેવામાં આવતા નથી.