Home / : Jobs in these sectors are at risk due to AI

Ravi Purti: AIના કારણે આ સેક્ટર્સની નોકરી જોખમમાં

Ravi Purti: AIના કારણે આ સેક્ટર્સની નોકરી જોખમમાં

- કોડિંગ અને પ્રોગ્રામિંગની મદદથી એઆઈ ટેકનોલોજીનો જન્મ થયો, આજે આ સેક્ટર પર જ એઆઈનું સર્વાધિક જોખમ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- કન્ટેન્ટ ક્રિએટ કરવાથી લઈને અનુવાદનું કામ એઆઈના કારણે સરળ બન્યું

- રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સમાં એઆઈનો વ્યાપક ઉપયોગ શરૂ થયો

- અમેરિકા-જાપાનમાં એઆઈથી સજ્જ ડ્રાઈવરલેસ કારના પ્રયોગો અંતિમ તબક્કામાં, ડ્રાઈવરોની નોકરીઓ પર ખતરો

- ૨૦૨૨ના અંતે ચેટજીપીટીનું આગમન થયું તે પછી કેટલાય પરિવર્તનો આવ્યા: ચેટજીપીટીના કારણે ઈન્ટરનેટ સર્ચમાં પરિવર્તન આવ્યું

- એઆઈથી સજ્જ ડિઝાઈનર ચેટબોટ્સના કારણે કેટલીય કંપનીઓએ કસ્ટમર કેર અધિકારીઓની સંખ્યા ઘટાડી દીધી

- કસ્ટમર સપોર્ટ

ચેટબોટ્સના કારણે ૨૪ કલાક સુધી કસ્ટમર્સ સાથે કનેક્ટ રહેવાનું સરળ બન્યું છે. પહેલાં અનેક કંપનીઓએ ૨૪ કલાકની કસ્ટમર કેર સર્વિસ આપવા માટે દિવસ રાત ત્રણ-ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ બેસાડવા પડતા હતા. અથવા તો કોલ સેન્ટર્સ ચલાવતી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો. તેના બદલે હવે એ જ કામ એઆઈ ચેટબોટ કરી આપે છે. એક એઆઈ ચેટબોટનું મોડલ ક્રિએટ કરી દેવાથી કેટલાય કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવ્સની છુટ્ટી થઈ જાય છે. હવે તો ઘણી કંપનીઓ ડિઝાઈનર એઆઈ ચેટબોટ બનાવી આપે છે. કંપની ક્યા પ્રકારની સર્વિસ આપે છે અને તેમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ વારંવાર સર્જાય છે તેનો અભ્યાસ કરીને, એ પ્રમાણે કોડિંગ કરીને ચેટબોટ બનાવી દેવામાં આવે છે. આ ચેટબોટ્સ દરરોજ હજારો કસ્ટમર્સની નાના-મોટા પ્રશ્નો સોલ્વ કરે છે. મોટાભાગની કંપનીઓ, ઓનલાઈન સર્વિસ આપતા પ્લેટફોર્મ્સમાં એઆઈ ચેટબોટનું ટૂલ ઉમેરાઈ ચૂક્યું છે. એમાં તમારો પ્રશ્ન રજૂ કરો કે તુરંત જ એને લગતા સમાધાનો મળી રહી છે. કમ્પલેઈન રજિસ્ટર થઈ જાય છે એટલે જે કામ માટે કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવ્સ બેસાડવા પડતા એ કામ ચેટબોટથી થાય છે. પરિણામે કસ્ટમર કેરમાં નોકરીઓ ઘટી છે.

Related News

Icon