Home / Auto-Tech : Now you will have to watch ads even while chatting with AI

Tech News / AIમાં ચેટિંગ કરતી વખતે પણ જોવી પડશે જાહેરાતો, ગૂગલે શરૂ કર્યો નવો પ્રયોગ

Tech News / AIમાં ચેટિંગ કરતી વખતે પણ જોવી પડશે જાહેરાતો, ગૂગલે શરૂ કર્યો નવો પ્રયોગ

AIનો યુગ ચાલી રહ્યો છે, પરંતુ AI કંપનીઓ માટે તેમાં ચર્ચા વધુ અને કમાણી ઓછી છે. પાછલાં બે-ચાર વર્ષમાં ઈન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કરવાની આપણી વર્ષો જૂની આદતમાં ઘણો બદલાવ આવી ગયો છે. અત્યાર સુધી આપણે બધું ગૂગલને જ પૂછતા હતા. પછી એ ઢગલામોઢે વેબપેજીસ તરફ આંગળી ચીંધે અને આપણે તેમાં જોઈતા જવાબ શોધવા જતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવે આ જૂની પદ્ધતિ બદલાઈ ગઈ છે. ઘણા લોકો ગૂગલને તડકે મૂકીને સીધું AI ચેટબોટને સવાલો પૂછે છે, જે વેબપેજીસને બદલે સીધા જવાબ આપે છે. ગૂગલે આટલાં વર્ષોમાં તેની લગભગ બધી કમાણીના રસ્તા સર્ચ એન્જિનની આસપાસ ગોઠવ્યા હતા. હવે એ ગરાસ લૂંટાવા લાગ્યો છે. જો તમે ગૂગલ સર્ચ એન્જિનમાં 'AI Overview' નો ઓપ્શન ઈનેબલ રાખ્યો હોય તો ગૂગલ પોતે હવે સર્ચ રિઝલ્ટ પેજ પર વિવિધ વેબપેજ બતાવવા ઉપરાંત સીધા જવાબ આપે છે. અન્ય ચેટબોટની હરીફાઈમાં તેણે આમ કરવું પડ્યું છે. પરંતુ તેની અસર તેની પોતાની કમાણી પર થાય છે.

પાછલાં એક-બે વર્ષમાં ઓપનએઆઈ ચેટજીપીટી, માઇક્રોસોફ્ટ કો-પાયલટ, પરપ્લેક્સિટી, ચાઈનીઝ ડીપસીક, એક્સ ગ્રોક વગેરે AI ચેટબોટમાં ઉમેરાઈ ગયેલી સર્ચ સુવિધાથી ગૂગલની સર્ચમાંથી થતી આવક પર સીધી અસર પહોંચી છે. આ બધાને કારણે હવે ગૂગલે AI ચેટબોટ સાથેની વાતચીતમાં જાહેરાતો ઉમેરવાની પ્રયાસ શરૂ કર્યો છે.

બહાર આવેલી વિગતો અનુસાર વિવિધ વેબસાઈટ, બ્લોગ, એપ, યુટ્યૂબ પરના વીડિયો વગેરેમાં જાહેરાતો દર્શાવતા ગૂગલના એડસેન્સ પ્રોગ્રામને વિસ્તારીને હવે તેમાં AI સ્ટાર્ટઅપ્સ દ્વારા ચલાવવામાં આવતા ચેટબોટને પણ આવરી લેવામાં આવશે.

અત્યારે ગૂગલની AI સર્વિસિસનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના AI ચેટિંગ કે ફીચર્સ આપતા જુદા જુદા સ્ટાર્ટઅપ્સ વિકસી રહ્યા છે. AIનો હજી શરૂઆતી દોર હોવાથી આ સ્ટાર્ટઅપ્સ માટે કમાણીના રસ્તા શોધવા મુશ્કેલ છે.

આવા સ્ટાર્ટઅપ ગૂગલના એડસેન્સ પ્રોગ્રામમાં જોડાઈને તેમના ચેટબોટમાં ગૂગલના એડવર્ટાઈઝિંગ નેટવર્ક તરફથી મળતી જાહેરાતો બતાવી શકશે. આ માટેનું પાયલોટ ટેસ્ટિંગ અત્યારે શરૂ થઈ ગયું છે. આ કારણે, અત્યારે જે રીતે આપણે વિવિધ વેબસાઈટ, બ્લોગ, એપ કે વીડિયોની મુલાકાત લઈએ ત્યારે વચ્ચે વચ્ચે જેમ જાહેરાતો જોવા મળે છે, બરાબર એ જ રીતે ચેટબોટ સાથેની વાતચીતમાં પણ વચ્ચે વચ્ચે જાહેરાતો જોવા મળશે.

દેખીતું છે કે આ વાતચીત વખતે આપણે જેના પર ક્લિક કરીએ તેવી વધુમાં વધુ શક્યતા હોય તેવી જાહેરાતો બતાવવામાં આવશે. મતલબ કે ચેટબોટ સાથેની આપણી વાતચીતનો ડેટા તપાસવામાં આવશે અને તેમાંથી ટાર્ગેટ કરીને આપણને જાહેરાતો બતાવવામાં આવશે. સર્ચ કે સોશિયલ મીડિયામાંથી કમાણીના ઈતિહાસનું પુનરાવર્તન થશે.

ગૂગલનો આ પ્રયોગ જો સફળ થશે તો અન્ય જાણીતી AI કંપનીઓ પણ તેમના ચેટબોટમાં જાહેરાતો ઉમેરે તો નવાઈ નહીં - સર્ચ માટે યંગસ્ટર્સમાં પોપ્યુલર પરપ્લેક્સિટી એ જ દિશામાં આગળ વધી રહી છે.

Related News

Icon