
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે જેમાં 241 લોકો વિમાનમાં સવાર હતા જયારે 34 અન્ય લોકોના પણ મોત થયા છે.
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદી અનુસાર, DNA પરીક્ષણ દ્વારા 259 મૃતકોની ઓળખ કરવામાં આવી છે, જેમાં 199 ભારતીય, 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 256 મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. ત્રણ બ્રિટિશ નાગરિકોના મૃતદેહોને વિમાન દ્વારા મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.
259 મૃતદેહોમાંથી 6 મૃતદેહો ચહેરાના આધારે ઓળખાયા હતા. બાકીનાની ઓળખ DNA પરીક્ષણ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી.