Home / Gujarat / Ahmedabad : Air India made this disclosure regarding compensation to the families of those killed in the crash

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના પરિવારને વળતર આપવા મામલે એર ઇન્ડિયાએ કર્યો આ ખુલાસો

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના પરિવારને વળતર આપવા મામલે એર ઇન્ડિયાએ કર્યો આ ખુલાસો

એર ઈન્ડિયાએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મામલે પીડિત મુસાફરોને વળતર આપવાની પ્રક્રિયા સાથે જોડાયેલા આરોપોને નકારી દીધા છે. એર ઈન્ડિયાએ કહ્યું કે, વળતરને લઈને લગાવવામાં આવેલા તમામ આરોપો નિરાધાર છે. તેમના દ્વારા આપવામાં આવેલી પ્રશ્નાવલીનો હેતુ ફક્ત પારિવારિક સંબંધોની પુષ્ટિ કરવાનો હતો, જેથી વળતરની રકમ યોગ્ય પ્રકારે વિતરણ કરવામાં આવી શકે અને લાભાર્થીને ચુકવણી કરી શકાય.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એર ઈન્ડિયાની સ્પષ્ટતા

આ વિશે વધુ વાત કરતા એર ઈન્ડિયાએ કહ્યું કે, આ એક ઔપચારિક પ્રક્રિયા છે, જેનું પાલન થવું જરૂરી છે. પરંતુ, અમે પીડિત પરિવારોને દરેક સંભવ મદદ કરવામાં લાગેલા છીએ. આ સિવાય ફોર્મ ઈમેલ અથવા વ્યક્તિગત રૂપે પણ સબમિટ કરી શકાય છે. આ માટે અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે, જે પીડિતના પરિજનોના અંતિમ સંસ્કાર, આવાસ અને અન્ય વ્યવસ્થામાં પરિવારની મદદ કરી રહ્યા છીએ. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 47 પરિવારોને એડવાન્સ ચુકવણી કરી દેવામાં આવી છે અને 55 પરિવારોની પ્રોસેસ ચાલી રહી છે. 

એર ઈન્ડિયા પર શું આરોપ છે?

યુકે સ્થિત કાયદાકીય પેઢી સ્ટીવર્ટ્સ 40થી વધુ પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તેનો દાવો છે કે એર ઈન્ડિયાએ પ્રશ્નાવલી મોકલી છે જે પરિવારો પર કાયદાકીય રૂપે ઉલ્લંઘન કરતી નાણાંકીય વિગતો જાહેર કરવા દબાણ કરે છે.

સ્ટીવર્ટ્સના એક ભાગીદાર પીટર નિનને એર ઈન્ડિયાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, પીડિત પરિવારોને એવી પ્રશ્નાવલી મોકલવામાં આવી છે, જેમાં કોઈ સ્પષ્ટીકરણ વિના કાયદાકીય શરત સામેલ છે. જેમ કે, આર્થિક નિર્ભરતા અથવા બચી ગયેલા લાભાર્થી વગેરે. પરિજનો પાસે કાયદાકીય રૂપે મહત્ત્વપૂર્ણ માહિતી માંગવામાં આવી હતી, જેમાં કાનૂની પરિભાષાવાળા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાદમાં આ જાણકારીને તેમની સામે ઉપયોગ કરી શકાય છે. તેમને આ માટે શરમ આવવી જોઈએ, અમે તમામ એનાથી સ્તબ્ધ છે. 

વકીલોનો દાવો છે કે, ભારે ગરમીમાં અને કોઈપણ કાનૂની સલાહ વિના પીડિતોના પરિવારોને ફોર્મ ભરવા માટે આપવામાં આવ્યું હતું. ફોર્મમાં પૂછવામાં આવ્યું છે કે શું તે વ્યક્તિ મૃતક પર આર્થિક રીતે નિર્ભર હતી? વકીલોના મત અનુસાર, આ પ્રશ્ન અંતિમ વળતરને પ્રભાવિત કરી શકે છે. 

ટાટા ગ્રુપની વળતર અંગે જાહેરાત

12 જૂન, 2025ના દિવસે, અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ક્રેશ થઈ ગઈ હતી. આ ફ્લાઈટમાં એક મુસાફર સિવાયના તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ ટાટા ગ્રુપે જાહેરાત કરી હતી કે, તે દરેક મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપશે. આ સાથે, જ 500 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ સ્થાપવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને પુનર્વસન જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

Related News

Icon