
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે તેમણે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે એક મજબૂત ટીમ તરીકે કામ કર્યું. તેમણે બંને દેશો વચ્ચેના ઊંડા સંકલન અને વ્યૂહરચનાની પ્રશંસા કરી. ટ્રમ્પે કહ્યું, "હું વડા પ્રધાન નેતન્યાહૂનો આભાર માનવા અને અભિનંદન આપવા માંગુ છું. અમે એક ટીમ તરીકે કામ કર્યું. કદાચ પહેલાં ક્યારેય નહીં જોયું હોય તેવું. અમે ઇઝરાયલ માટેના ભયંકર ખતરાને દૂર કરવા તરફ એક મોટું પગલું ભર્યું છે."
https://twitter.com/WhiteHouse/status/1936602999553433965
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "અમારું લક્ષ્ય ઈરાનની પરમાણુ સંવર્ધન ક્ષમતાનો નાશ કરવાનો અને આ ખતરાને હંમેશા માટે સમાપ્ત કરવાનો હતો. અમે તે કર્યું." તેમણે ઈરાનને શાંતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી પરંતુ સાથે સાથે ચેતવણી પણ આપી. તેમણે વધુમાં કહ્યું, "જો ઈરાન શાંતિનો માર્ગ પસંદ નહીં કરે, તો અમેરિકાની આગામી કાર્યવાહી આનાથી ઘણી વધુ ગંભીર અને મોટી હશે.
હુમલા બાદ કરી શાંતિની અપીલ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બધા ફાઇટર પ્લેન હવે સુરક્ષિત રીતે ઈરાની હવાઈ ક્ષેત્ર છોડીને તેમના બેઝ પર પાછા ફરી રહ્યા છે. દુનિયાની બીજી કોઈ સેના પાસે આવી ક્ષમતા નથી. તેમણે તેને અમેરિકાની સૈન્ય શક્તિની મોટી સિદ્ધિ ગણાવી અને હવે શાંતિની અપીલ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચિંતિત છે.
'ઈરાન છેલ્લા 40 વર્ષથી અમેરિકા વિરુદ્ધ કામ કરી રહ્યું છે'
ઈરાન પર હવાઈ હુમલા બાદ રાષ્ટ્રને સંબોધન કરતા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ સંવર્ધન ક્ષમતાનો નાશ કરવાનો અને તેના પરમાણુ ખતરાને કાયમ માટે નાબૂદ કરવાનો છે. છેલ્લા 40 વર્ષથી, ઈરાન અમેરિકા વિરુદ્ધ કામ કરી રહ્યું છે અને ઘણા અમેરિકનો આ નફરતનો ભોગ બન્યા છે, તેથી મેં નક્કી કર્યું છે કે આ હવે સહન કરી શકાશે નહીં.
'પહેલા તાકાત બતાવવામાં આવે છે, પછી શાંતિ સ્થાપિત થાય છે', ઈરાન પર
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવવાના ટ્રમ્પના નિર્ણયને 'ઇતિહાસ બદલી નાખનારું સાહસિક પગલું' ગણાવ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું વારંવાર કહીએ છીએ - 'શાંતિ ફક્ત શક્તિ દ્વારા જ આવે છે.' પહેલા તાકાત બતાવવામાં આવે છે, પછી શાંતિ સ્થાપિત થાય છે. નેતન્યાહૂએ કહ્યું કે આજે રાત્રે અમેરિકા અને ટ્રમ્પે પૂરી તાકાતથી કાર્યવાહી કરી છે.