સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સતત વિવાદોમાં રહે છે. ત્યારે આજે એરપોર્ટના રન વે નજીક આવેલા ઘાસમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આંખ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રનવે પર એક ફ્લાઈટ હતી અને તે ટેક ઓફ થાય તે પહેલા જ આ ઘટના બની હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત દિલ્હી ફ્લાઈટ એરપોર્ટ ના રનવે પર હતી અને આગની ઘટના બનતા તે ટેક ઓફ કરી શકી ન હતી. ત્યારબાદ એક હેલિકોપ્ટર લેન્ડિંગ માટે આવ્યું હતું જોકે તેને હજીરા હેલીપેડ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વેન્ચુરાની ફ્લાઈટ પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. રન વે નજીક આગ લાગી હોવાથી ફ્લાઇટ ટેક ઓકે લેન્ડ થઈ શકે નહીં. જેના પગલે ત્યારબાદ આવતી બે જેટલી ફ્લાઈટને પણ અસર પહોંચી હતી.