Home / India : Young man ran on airport runway to catch flight like a bus in Mumbai

 બસની જેમ ફ્લાઇટ પકડવા યુવક એરપોર્ટના રન વે પર દોડ્યો,મુંબઇ એરપોર્ટ પર બસ ડેપો જેવાં દ્રશ્ય સર્જાયા

 બસની જેમ ફ્લાઇટ પકડવા યુવક એરપોર્ટના રન વે પર દોડ્યો,મુંબઇ એરપોર્ટ પર બસ ડેપો જેવાં દ્રશ્ય સર્જાયા

સામાન્ય રીતે ઉપડી ગયેલી બસ પકડવા માટે તેની પાછળ દોડતાી પ્રવાસીઓનાં દ્રશ્યો બસ ડેપો પર રોજ જોવા મળતાં હોય છે પરંતુ મુંબઇ એરપોર્ટ પર કહેવાતી ચુસ્ત સિક્યોરિટી વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. એક યુવક મિસ થયેલી ફ્લાઇટ પકડવા માટે રન વે પર દોડ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફ્લાઇટ પકડવા યુવક રન વે પર દોડ્યો

મૂળ બિહારના દરભંગાનો વતની પણ હાલ નવી મુંબઇના કળંબોલી વિસ્તારમાં રહેતો યુવક હજુ થોડીવાર પહેલાં જ એરપોર્ટ પર ભુજથી આવેલાં વિમાન સુધી પહોંચી ગયો હતો તેને એમ હતું કે આ મારી પટનાની જ ફ્લાઇટ છે. આ યુવકની એરપોર્ટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ગત ગુરૂવારની છે. પિયુષ સોની નામનો યુવક સવારે 9.50 વાગ્યાના અરસામાં મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેણે પટના જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટ બૂક કરાવી હતી. જોકે, તે મોડો પડ્યો હતો. તે બોર્ડિંગ ગેટ પર પહોંચ્યો ત્યારે બોર્ડિંગ ઓલરેડી બંધ થઇ ચૂક્યું હતું. 
પોતે ફ્લાઇટ મિસ કરી દેશે તેવું લાગતાં પિયુષ ગભરાયો હતો. તેણે તરત જ રન વે પર દોટ મૂકી હતી. રન વે પર આ સમયે ભુજથી આવેલું એક વિમાન લેન્ડ થયેલું હતું. જોકે, પિયુષને લાગ્યું હતું કે આ તેનું પટના જતું જ વિમાન છે અને પોતે દોડીને ત્યાં સુધી પહોંચીને ફ્લાઇટને પકડી શકે છે.

એરપોર્ટના ગેટ નંબર 42 અને 43 વચ્ચેના ઇમરજન્સી ગેટને ખોલીને તે એરપોર્ટના એપ્રન પર જ્યાં વિમાનો પાર્ક થતાં હોય છે તે તરફ દોડ્યો હતો. આ વખતે એપ્રનમાં ગ્રાઉન્ડ સ્ટાફ હાજર હતો. એક યુવકને અચાનક ફ્લાઇટ તરફ દોડતો આવતો જોતા સ્ટાફ તરત જ એલર્ટ થઇ ગયો હતો. એર ઇન્ડિયાના એક કર્મચારીએ તરત જ પિયુષને આંતરી લીધો હતો અને તેને પકડીને સુરક્ષા કર્મીઓને સોંપી દીધો હતો.

પોલીસ તથા CISF દ્વારા પૂછપરછમાં પિયુષે શરૂઆતમાં તેવો દાવો કર્યો હતો કે ગ્રાઉન્ડ વ્હિકલના ડ્રાઇવરે જ તેને ભૂલથી રન વે પર ઉતારી દીધો હતો. જોકે, સઘન પૂછપરછ બાદ તેણે કબૂલ્યું હતું કે તેને લાગ્યું હતું કે પોતે રન વે પર ફ્લાઇટ સુધી પહોંચીને તે પકડી શકે તેમ છે. આથી તેણે દોટ મૂકી હતી. આ બાદ પિયુષ પર ભારતીય ન્યાય સંહિતા અને માનવ જીવનને જોખમમાં મૂકવા અને ફ્લાઇટ અધિનિયમને લગતી કલમોનાં ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરાઇ હતી.અધિકારીઓએ CCTV ફૂટેજ અને એરપોર્ટ સુરક્ષા પ્રણાલીઓની સમીક્ષા કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. 

Related News

Icon