Home / World : Israeli airstrike in Gaza, 25 people killed in attack on school turned shelter home

ગાઝામાં ઇઝરાયેલની airstrike, શેલટર હોમ બનેલી શાળા પર હુમલામાં 25 લોકોના મોત

ગાઝામાં ઇઝરાયેલની airstrike, શેલટર હોમ બનેલી શાળા પર હુમલામાં 25 લોકોના મોત
ગાઝામાં આશ્રયસ્થાન બનેલી શાળા પર ઇઝરાયેલે હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગની મહિલા અને બાળકો છે, એમ ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું. આ હુમલામાં 55થી વધુ લોકો ઘાયલ થયા છે. ગાઝાના ઇમરજન્સી સર્વિસના વડા ફાહમી અવાદે આ માહિતી આપી. 
 
તેમણે કહ્યું કે ઉત્તરી ગાઝામાં આવેલી આ શાળા પર ત્રણ વખત હુમલો કરવામાં આવ્યો, હુમલા સમયે લોકો ઊંઘી રહ્યા હતા, જેનાથી તેમનો સામાન બળીને ખાખ થઈ ગયો. ઓનલાઇન ફૂટેજમાં બચાવકર્તાઓ આગ ઓલવવા અને બળેલા અવશેષોને બહાર કાઢવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા.
 
શાળાની અંદર આતંકવાદી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે તેઓએ શાળાની અંદર આવેલા એક આતંકવાદી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવ્યું હતું, જેનો ઉપયોગ હમાસ અને ઇસ્લામિક જિહાદ હુમલાઓ માટે ગુપ્તચર માહિતી એકત્ર કરવા માટે કરતું હતું. 
 
ઇઝરાયેલ નાગરિકોના મોત માટે હમાસને જવાબદાર ઠેરવે છે, કારણ કે તે રહેણાંક વિસ્તારોમાં છુપાઈ કામ કરે છે.
 
ઇઝરાયેલે માર્ચમાં હમાસ સાથેના યુદ્ધવિરામના અંત પછી ફરી હુમલા શરૂ કર્યા હતા. તેણે ગાઝા પર નિયંત્રણ મેળવવાનું અને હમાસનો નાશ કરવો કે નિઃશસ્ત્ર કરવું ત્યાં સુધી લડવાનું વચન આપ્યું છે, અને 7 ઓક્ટોબર, 2023ના હુમલામાંથી બાકી રહેલા 58 બંધકોને, જેમાંથી એક તૃતીયાંશ લોકો જીવિત હોવાનું માનવામાં આવે છે, તેમને પણ પરત લાવવાનું વચન આપ્યું છે.
 
અડધાથી વધુ બંધકો પાછા ફર્યા
અડધાથી વધુ બંધકો યુદ્ધવિરામ કરારો અથવા અન્ય સોદાઓમાં પાછા ફર્યા છે, આઠ લોકોને બચાવવામાં આવ્યા છે. 
ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 54,000 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, એમ ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું. તેમણે કહ્યું કે મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે. અત્યાર સુધી ગાઝામાં 70% થી વધુ નાગરિક માળખાકીય સુવિધાઓનો નાશ થયો છે. દરમિયાન, સ્પેને ઇઝરાયલ સામે પ્રતિબંધોની માંગ કરી છે.
 
 
Related News

Icon