બોલીવૂડ અભિનેતા અજય દેવગન (Ajay Devgan) ની હિટ ફિલ્મોની યાદીમાં 'દ્રશ્યમ' (Drishyam) નું નામ ચોક્કસપણે સામેલ છે. તેના બે ભાગ પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યા છે અને હવે ત્રીજા ભાગ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. ફિલ્મમાં અજય દેવગન (Ajay Devgan) ના પાત્ર વિજય સાલગાંવકરને સિનેમા પ્રેમીઓએ ખૂબ પસંદ કર્યું છે. આ ક્રાઈમ-થ્રિલર ફિલ્મના ત્રીજા ભાગ વિશે ઘણી ચર્ચા હતી. આખરે, હવે એવી માહિતી આવી છે કે અભિનેતાના ફેન્સ ખુશ થઈ જશે.

