Home / Lifestyle / Health : Lifestyle: Black grapes support protection against Alzheimer's and increase hemoglobin levels!

Lifestyle: કાળી દ્રાક્ષનું સેવન અલ્ઝાઈમર સામે રક્ષણ પૂરું પાડે છે અને હીમોગ્લોબિનનું સ્તર વધારે છે!

Lifestyle: કાળી દ્રાક્ષનું સેવન અલ્ઝાઈમર સામે રક્ષણ પૂરું પાડે છે અને હીમોગ્લોબિનનું સ્તર વધારે છે!

Black Ggrapes: 

કાળી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન અને ખનિજો જેવા ઘણા પોષક તત્વો રહેલા છે. આમાં ભરપૂર માત્રામાં ફાઇબર, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી અને વિટામિન કે જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ઘણો લાભ થાય છે. શું તે શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ સુધારવામાં મદદ કરે છે?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એન્ટીઑકિસડન્ટ ગુણો કેન્સરના કોષોને રોકે છે.

કાળી દ્રાક્ષમાં રેસવેરાટ્રોલ અને ફ્લેવોનોઈડ્સ જેવા એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે.તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ગુણો કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદરૂપ થાય છે. 

ફાઇબર કબજિયાત અટકાવે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે

કાળી દ્રાક્ષમાં રહેલા વિટામિન સી અને અન્ય પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેમાં રહેલું ફાઇબર કબજિયાત અટકાવે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. કાળી દ્રાક્ષમાં રહેલું રેસવેરાટ્રોલ મગજની કાર્યક્ષમતા વધારે છે અને અલ્ઝાઇમર જેવા રોગોને અટકાવી શકે છે

Related News

Icon