Home / Gujarat / Banaskantha : Yoga Garba held at Chachar Chowk, Shaktipeeth Ambaji

Banaskantha: શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં યોજાયા યોગ ગરબા, જુઓ VIDEO

Banaskantha: આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ 'યોગ સંગમ' હેઠળ લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દરમિયાન યાત્રાધામ અંબાજી ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અંબાજી મંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો, બાળકો અધિકારીઓ તેમજ મંદિરનો સ્ટાફ જોડાયો હતો. 

પ્રથમ વખત યોગ સાથે યોગ ગરબાનું આયોજન કરવામા આવ્યું હતું. મંદિરના ચાચર ચોકમાં યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં અલગ અલગ શાળાના બાળકો સહિત ગ્રામજનો પણ જોડાયા હતા. 

શક્તિપીઠ અંબાજીમાં યોગ દિવસે યોગ ગરબાનું આયોજન કરવામા આવ્યું હતું. આધ્યાત્મિકતા સાથે ચાચર ચોકમાં યોગ ગરબા યોજાયા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં લોકોએ ગરબાના તાલ સાથે યોગ કર્યા હતા.

 

Related News

Icon