
આજે દેશભરમાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એવામાં આણંદની એલિકોન કંપની વિવાદમાં આવી છે. આંબેડકર જયંતીના દિવસે કંપની કમ્પાઉન્ડમાં આવેલ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરતા રોકવામાં આવ્યા હતા. બંધારણના શિલ્પીના જન્મ દિવસે જ બંધારણીય હકોનું ચીર હરણ થતું જોવા મળ્યું હતું. કંપનીની અંદર આવેલી સરકારી જમીન પર આવેલ તળાવ પાસે વસ્તી રહેતી હતી.
કંપનીએ સ્ટેચ્યુ હટાવી દીધું હોવાનો ભીમ ભક્તો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. કંપનીએ પોલીસને આગળ કરી ભીમ ભક્તોને રોકવામાં આવ્યા હતા. પોલીસે પ્રવેશ ના આપતા યુવાનોએ આખરે કંપનીના ગેટ પાસે ફુલહાર કર્યા હતા. તંત્ર તટસ્થ તાપસ કરે તો મોટું કારસ્તાન બહાર આવે તેવી શકયતા પણ સેવાઈ રહી છે. લોકો દ્વારા આક્ષેપ લાગવવામાં આવી રહ્યા છે કે શું આણંદની એલિકોન કંપની સરકારી તળાવ હડપ કરી ગઇ છે?