ગુજરાતના અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લામાં અખાદ્ય પદાર્થો ઝડપાયાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં અખાદ્ય પદાર્થો સહિતના મુદ્દે 349 એકમને નોટિસ ફટકારવામાં આવી છે અને વિવિધ એકમો પાસેથી રૂ.2.35 લાખથી વધુનો દંડ પણ વસુલવામાં આવ્યો હતો.

