Ahmedabad News: અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક 4 માસની બાળકી પર પાલતું શ્વાને હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે બાળકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને શ્વાનના માલિક સામે ગુનો નોંધતાં શ્વાનના માલિક દિલીપ પટેલની ધરપકડ કરાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શ્વાનના માલિક પાલતું શ્વાનનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. ત્યારે હવે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે.

