Home / Gujarat / Ahmedabad : Advertisement for construction of laboratory for testing of road material is only in progress

AMCની રોડ મટિરિયલના ટેસ્ટિંગ માટે લેબોરેટરી બનાવવાની જાહેરાત માત્ર ગુલબાંગો, કામ અદ્ધરતાલ

AMCની રોડ મટિરિયલના ટેસ્ટિંગ માટે લેબોરેટરી બનાવવાની જાહેરાત માત્ર ગુલબાંગો, કામ અદ્ધરતાલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે શહેરના વિવિધ રસ્તા રીસરફેસ કરવા તથા નવા રોડ બનાવવા પાછળ  એક હજાર કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરાય છે. વાર્ષિક રુપિયા 15 હજાર કરોડથી વધુનુ બજેટ ધરાવતા કોર્પોરેશન દ્વારા રોડની કામગીરી કરવા માટે કરવામા આવતા વિવિધ ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવાય છે. પીપળજ ખાતે રુપિયા 2.74 કરોડના ખર્ચે રોડની કામગીરીમા વપરાતા મટીરીયલ્સના ટેસ્ટીંગ માટે લેબોરેટરી બનાવવા મંજુરી અપાઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાતી રોડની કામગીરી વર્ષ-2017થી વિવાદમાં આવતી રહી છે. વર્ષ-2017માં શહેરમાં બનાવવામા આવેલા રુપિયા 400 કરોડના રોડ ધોવાતા ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહીતની અરજીના પગલે કોર્પોરેશનમાં ફરજ બજાવતા  એડીશનલ સિટી ઈજનેરથી લઈ આસિસ્ટન્ટ સિટી ઈજનેર સુધીના 30થી વધુ ઈજનેર સામે કાર્યવાહી કરવા કોર્ટે આદેશ આપ્યો હતો. જે પછી  એ સમયના રોડ કમિટીના ચેરમેન અને હાલના ડેપ્યુટી મેયર જતીન પટેલે આઈ.ઓ.સી.ના બોગસ બિલનુ કૌભાંડ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કર્યુ હતુ.

જેના કારણે ત્રણ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરાયા હતા. આ પ્રકારે અવારનવાર બનાવ બનતા પીપળજ ખાતે રોડના કામમા ઉપયોગમા લેવામા આવતા મટીરીયલ્સના ટેસ્ટીંગ માટે અદ્યતન લેબોરેટરી બનાવવા નિર્ણય કરાયો છે.આ લેબોરેટરી કયારે બનશે અને કયારે તેમાં મટીરીયલ્સના ટેસ્ટીંગ થશે એનો ચોકકસ કોઈ જવાબ સત્તાવાળાઓ પાસે નથી.મતલબ કે હજુ રોડમાં ખાડા પડશે કે નબળી ગુણવત્તાવાળા રોડ પણ બનશે.ફરીથી તેને રીસરફેસ કરવા કે થીગડા મારવા ટેન્ડર કરાશે જેનો લાભ અંતે તો કોન્ટ્રાકટરને જ મળવાનો છે.

શહેરમાં આ વર્ષે અત્યારસુધીમાં 15 ઈંચથી વધુ વરસાદ પડયો છે. આમ છતાં 48 વોર્ડમાં આવેલા રોડ ઉપર ત્રણ હજારથી પણ વધુ ખાડા પડયા છે. મધ્યઝોનમાં આવેલા ખાડીયા,જમાલપુર, દરિયાપુર,શાહપુર, અસારવા અને શાહીબાગ વોર્ડમાં આવેલા રોડ ઉપર ૩૩૪ ખાડા પડયા છે. આ પૈકી 307 ખાડા પુરવા અત્યારસુધીમા રુપિયા પાંચ લાખથી વધુની રકમનો ખર્ચ થઈ ગયો છે. હજુ વરસાદ આવશે જેના કારણે વિવિધ રોડ ઉપર ફરીથી ખાડા પડશે.આ ખાડા પુરવા ફરીથી ખર્ચ કરવો પડશે.

શહેરના વિસ્તાર પડેલા ખાડાઓની સંખ્યા 

નવી મહોલાત  16
રીલીફરોડ     15
જમાલપુર ચકલા 10
સરદારબાગ    08
લાખીયા ગેરેજ  10
મહોરમ રુટ      15
શાહપુર મીલ કમ્પાઉન્ડ 12
ઢાલગરવાડ   09
આસ્ટોડીયા ચકલા  15
હવેલીરોડ   10
અસારવા બ્રિજ સુધી  14
ચમનપુરા સર્કલ    16
શંકરભુવન રોડ     06

Related News

Icon