
રાજ્યના અમીરગઢ નજીક પાલનપુર-આબુ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કાર પલ્ટી ખાઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે કારમાં મુસાફરી કરતા 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
કાર પલટાઈઅને એકનું મોત, 6 લોકો ઘાયલ
આ ઘટના બનતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પહોંચીને ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.હાલ તમામ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દુર્ઘટનાની જાણ અમરીગઢ પોલીસને કરવામાં આવી હતી. અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. જોકે કયા કારણોસર આ અકસ્માત સર્જાયો તેનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ કારના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગમાવ્યો હતો, ત્યારબાદ કાર પલ્ટાઈ ગઈ હતી. પોલીસે આ મામલે અકસ્માતે ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે..