
Amit Khunt suicide case: રાજકોટ જિલ્લાના ચકચારી અમીત ખુંટ આપઘાત કેસમાં આરોપીઓ વિરૂદ્ધ પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. આરોપીઓ પોતાની ધરપકડથી બચવા દેશ છોડીને જતા રહ્યા હોવાનું અનુમાન છે.
અમીત ખુંટ આપઘાત કેસમાં આરોપીઓ વિરૂદ્ધ લુક આઉટ નોટિસ
રીબડાના અમીત ખુંટ આપઘાત કેસમાં આરોપી અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી વિરૂદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આરોપીઓ પોતાની ધરપકડથી બચવા દેશ છોડીને જતા રહ્યા હોવાનું અનુમાન છે. અનિરૂદ્ધસિંહ જાડેજા વગ ધરાવતો હોવાથી પોલીસ તેની ધરપકડ કરતી ના હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
શું છે ઘટના?
રાજકોટના રીબડાના અમીત ખુંટે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં તેણે એક સુસાઇડ નોટ લખી હતી જેમાં અનિરૂદ્ધસિંહ,રાજદીપસિંહ રીબડા અને રહીમ મકરાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો.હાલમાં આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે અને આરોપીઓને પકડવા માટે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.