
રાજકોટના રીબડા ગામમાં અમિત ખૂંટના આપઘાત કેસમાં આરોપીઓ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા હજુ ફરાર છે. આને લઈ પાટીદાર યુવાનોમાં રોષ ફેલાયો છે.
રેસ્ટોરન્ટમાં પાટીદાર યુવકોની બેઠક યોજાઈ
રાજકોટના પાળ મવડી રોડ પર વગડ ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં પાટીદાર યુવકોની બેઠક યોજાઈ, જેમાં અમિત ખૂંટના પરિવારને ન્યાય અપાવવા અને કાયદાકીય લડત ચલાવવાની ચર્ચા થઈ. આરોપીઓની ધરપકડ ન થતાં સમાજમાં આક્રોશ વધ્યો છે. પોલીસ તપાસ ચાલુ છે, પરંતુ ન્યાયની આશા સાથે યુવાનો એકજૂટ થયા હતા.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રીબડાના અમિત ખુંટને હનિટ્રેપમાં ફસાવી કાવતરાના ભાગરૂપે તેના વિરૂધ્ધ દૂષ્કર્મ અને પોકસો હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. જેને કારણે અમિત ખુંટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં તેના વિરૂધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડેલ અને તેની બહેનપણીની પુછપરછમાં તેમને ફસાવનાર જૂનાગઢના રહીમ મકરાણીનું નામ ખુલ્યું હતું.
આત્મહત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને પૌત્ર રાજદીપસિંહ જાડેજા સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજા સહિત ત્રણ શખ્સો હજુ ફરાર છે.