
TMC MP' s WhatsApp chat : ભાજપ IT સેલના ઈન્ચાર્જ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં TMC નેતાઓ કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદ વચ્ચે દલીલ થઈ હોવાનો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વોટ્સએપ ચેટ શેર કરતા તેમણે દાવો કર્યો કે, '4 એપ્રિલના રોજ બે TMC સાંસદો વચ્ચે ભારતના ચૂંટણી પંચના મુખ્યાલયમાં જાહેરમાં બાખડી પડ્યા હતા, જ્યાં તેઓ એક મેમોરેન્ડમ સુપરત કરવા ગયા હતા. એવું લાગે છે કે પાર્ટીએ પોતાના સાંસદોને ચૂંટણી પંચમાં જતા પહેલા મેમોરેન્ડમ પર સહી કરવા માટે સંસદ કાર્યાલયમાં ભેગા થવા નિર્દેશ આપ્યો હતો.'
બંને સાંસદો એકબીજા પર ભડકી ગયા
અમિત માલવિયાએ દાવો કર્યો છે કે, 'જે સાંસદ મેમોરેન્ડમ લઈને જવાના હતા તેઓ સંસદની બેઠકમાં સામેલ ન થયા અને સીધા ચૂંટણી પંચ ચાલ્યા ગયા. આનાથી બીજા સાંસદ ગુસ્સે થઈ ગયા, અને પછી પંચમાં આમને-સામને આવતા બોલાચાલી થઈ ગઈ. ત્યારબાદ ઉગ્ર દલીલ થઈ જેમાં બંને એકબીજા પર ભડકી ગયા. મામલો એટલો વધી ગયો કે એક સાંસદે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને દરમિયાનગીરી કરવા કહ્યું. મામલો ખૂબ વધી ગયો અને મમતા બેનર્જી સુધી પહોંચી ગયો અને તેમણે બંને સાંસદોને શાંત થવા માટે કહ્યું.'
https://twitter.com/amitmalviya/status/1909465130993168572
અમિત માલવિયાએ આગળ દાવો કર્યો કે, ઝઘડાનો અહીં જ અંત ન આવ્યો. આ ઝઘડો ‘AITC MP 2024’ વોટ્સએપ ગ્રુપમાં પણ ફેલાઈ ગયો, જ્યાં બંને દ્વારા પોતાનો પક્ષ રાખવામાં આવ્યો અને એકબીજા પર કટાક્ષ કર્યો. આ તમામ વચ્ચે હજુ પણ એ સવાલ છે કે, અંતે તે 'બહુમુખી આંતરરાષ્ટ્રીય મહિલા' કોણ છે? દુનિયાએ આ રહસ્ય ઉકેલવું પડશે.
વોટ્સએપ ચેટમાં શું છે?
અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર એક વોટ્સએપ ચેટ શેર કરી, જેમાં તેમણે દાવો કર્યો કે, તે કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદ વચ્ચે થયેલો ઝઘડો છે. ચેટમાં સૌથી પહેલો મેસેજ કલ્યાણ બેનર્જીના નામનો છે, જેમાં તેણે લખ્યું છે કે, 'હું કોલકાતા પહોંચી ગયો છું. તમારી BSF અને દિલ્હી પોલીસને મારી ધરપકડ કરવા મોકલો. તમારું ગૃહ મંત્રાલય અને ઈન્ટરનેશનલ ગ્રેટ લેડી સાથે સારું કનેક્શન છે. આજે હું તે જેન્ટલમેનને પણ અભિનંદન આપું છું જેમણે ઈન્ટરનેશનલ ગ્રેટ લેડીની સુંદર એક્ટિવિટીનો પર્દાફાશ કર્યો છે. તે સમયે તેની પાછળ માત્ર તેનો એક જ બોયફ્રેન્ડ નહોતો ઉભો.'
ચેટમાં આગળ લખ્યું કે, 'આ મૂર્ખ વ્યક્તિ, જેની તે BSF દ્વારા ધરપકડ કરાવવા માગતી હતી, તે તેની પાછળ ઉભો હતો. આજે ચોક્કસપણે એક 30 વર્ષીય પ્રખ્યાત ખેલાડી મારી ધરપકડ કરાવવા માટે તેની પાછળ ઉભો હતો.'
https://twitter.com/amitmalviya/status/1909314038926049371
ત્યારબાદ ચેટના બીજા હિસ્સામાં કિર્તિ આઝાદના નામના હેન્ડલથી મેસેજ આવે છે. આ મેસેજમાં લખ્યું છે કે, 'આરામથી કલ્યાણ. તમે એક બાળકની જેમ વર્તન કરી રહ્યા છે. દીદીએ તમારા પર ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને બધાને સાથે લઈને ચાલવાની જવાબદારી આપી છે. તેથી રિલેક્સ થઈ જાઓ અને આરામથી સૂઈ જાઓ. તમારી સાથે મારે કોઈ પંગો નથી. હું તમને વિનંતી કરું છું કે, શું તમે બધાને સાથે લઈને ન ચાલી શકો. એક સમજદાર વ્યક્તિની જેમ વાત કરો, બાળકના જેવી હરકતો ન કરો. ઠંડા મગજથી વિચારો. ગુડ નાઈટ.'
કીર્તિ મને સલાહ ન આપો
ત્યારબાદ ફરી એકવાર કલ્યાણ બેનર્જી નામના હેન્ડલ પરથી મેસેજ આવે છે અને તેમાં લખ્યું છે કે, 'કીર્તિ મને સલાહ ન આપો. આંતરિક રાજકારણને કારણે જ તમને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તમે મારાથી સિનિયર નથી. તમે પાર્ટી વેચવા માગો છો. તમે હજુ પણ ઈન્ટર્નલ પોલિટિક્સના કેપ્ટન છો. તમારા મિત્ર માટે મારી ધરપકડ કરાવીને તમારી તાકાત દેખાડી દો. ચિંતા ન કરો, હું દુર્ગાપુર જઈશ અને તમારો પર્દાફાશ કરીશ. મેં 2011થી જવાબદારીઓમાંથી રજા લીધી છે. તમે એક પ્લાન હેઠળ જ્યારે પાર્ટી સત્તામાં હતી, ત્યારે પાર્ટીમાં સામેલ થયા.'